સાંસદ વિહોણા મોરબી જીલ્લા માટે અલગ સાંસદ આપવાની CM વિજયભાઈ રૂપાણીને રજૂઆત

0
118
/

સરકાર દ્વારા મોરબીમાં આજુબાજુના પાંચ તાલુકાનો સમાવેશ કરીને મોરબી જીલ્લાની રચના કરવામાં આવી છે અને આ જીલ્લામાંથી મતદારો દ્વારા તેના મતાધિકારનો ઉપયોગ કરીને એક કે બે નહિ પરંતુ દેશના ચાર સાંસદોને ચૂંટવામાં આવે છે જો કે, લોકસભાની ચુંટણીમાં ચુંટાઇ ગયા પછી દરેક સાંસદ તેના મત વિસ્તારમાં આવતા મુખ્ય જીલ્લા અને તાલુકાઓમાં વધુ ધ્યાન દેતા હોવાથી સાંસદ વિહોણા મોરબી જીલ્લાના લોકોને પ્રાથમિક જરૂરીયા સહિતના પ્રશ્નો ઉકેલવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે માટે મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના હોદેદારે સીએમને રજૂઆત કરીને મોરબી જિલ્લાને અલગ સાંસદ આપવા માટેની માંગ કરવામાં આવી છે

છેલ્લા બે દાયકામાં ઓદ્યોગિક રીતે મોરબી અને તેની આસપાસના વિસ્તારનો જે વિકાસ થયો છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોરબીને જીલ્લો બનાવવામાં આવ્યો છે અને મોરબી જીલ્લામાં રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ જામનગરમાંથી કેટલાક તાલુકા અને ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો છે જો કે, મોરબીને અલગ સાંસદ ન હોવાથી મોરબી જીલ્લાના મતદારો લોકસભાની ચુંટણીમાં કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ જામનગર જીલ્લાના સાંસદ સભ્યને ચુંટવા માટે મતદાન કરે છે પરંતુ ચુંટણી પછી મોરબી જિલ્લાને સાંસદનો પુરતો લાભ મળતો નથી માટે મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના સંવેદક હસમુખભાઈ ગઢવીએ સીએમ વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરીને મોરબી જીલ્લામાં લોકોની સુવિધાઓ વધારવા માટે અલગ સાંસદ આપવામાં આવે તેવી માંગ કરી છે તેમને વધુમાં કહ્યું છે કે, મોરબીના રેલવે, એરપોર્ટ, પાસપોર્ટ સહિતના કેન્દ્ર સરકારને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજકોટ, કચ્છ અને જામનગરના સાંસદો ઉપર નિર્ભર રહેવું પડે છે. આ પ્રશ્નોની રજુઆત કરવા માટે કચ્છના સાંસદનું કાર્યાલય ભુજ ખાતે હોવાથી તેમને રૂબરૂ મળવા જવા માટે ૧૫૦ કિમીનું અંતર કાપવું પડે છે. માટે કેન્દ્ર સરકારને સ્પર્શતા પ્રશ્નોના નિરાકરણ ઝડપથી લાવવા મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ આપવાની જરૂર છે આ ઉપરાંત ટંકારાના લોકોની પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે ટંકારાને નગરપાલિકાનો દરરજો આપવોની માંગણી કરી છે.

(રિપોર્ટ રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/