નર્મદા યોજનાની મોરબી-માળીયાની માઇનોર કેનાલોના અધૂરા કામો પુરા કરવાની ખાસ માંગ

0
31
/

માળીયાબ્રાંચ, ધાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચની ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર તેમજ વોટર કોર્ષના કામો પણ તાત્કાલિક પૂરા કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલોના અધૂરા પડેલા કામો તાત્કાલિક ધોરણે પુરા કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

મોરબી જિલ્લામાં નર્મદા યોજનાની કેનાલો જેવી કે માળીયા બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચ કેનાલોના કામો ધણા વર્ષોથી પૂરા થઈ ગયેલ છે. પરંતુ કેનાલોની ડિસ્ટ્રિબ્યુટરી, તેમજ માઇનોર અને વોટર કોર્ષના કામો હજુ અધૂરા પડેલ છે. જેના કારણે મોરબી જિલ્લાના ઘણા ગામો જેવા કે જેતપર, ચકમપર, જીવાપર, કેશવનગર, રંગપર, બેલા, શનાળા(ત.) ટિંબડી , ધરમપુર, જૂના સાદુળકા, નવાસાદુળકા, લક્ષ્મીનગર, જિકીયારી, ભરતનગર, અમરનગર, ભક્તિનગર, શક્તિનગર, તારાપર, રોટરીગામ, દાદાશ્રી નગર, હરિપર, કેરાળા, સાપર, ગાળા, વાધપર, પંચવટી, પીલુડી, રવાપર, જસમતગઢ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, બહાદુરગઢ, રામરાજ નગર, સોખડા, વિરાવિદરકા, કિશનગઢ, ક્રુષ્ણનગર, ગુગણ, વધારવા. વગેરે ગામો સિંચાઇની સુવિધાથી વંચિત રહેલ છે.આ કામો યુધ્ધના ધોરણે પૂરા કરવામાં આવે અને આ ગામોના ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડવામાં આવે એવી રજુઆત ઉચ્ચકક્ષાએ કે.ડી. બાવરવાએ કરી છે. જો આ અંગે ત્વરિત ઘટતી કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે આ ગામોના ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિનધ્યા માર્ગે રજૂઆતો અને આંદોલનાત્મક કાર્યક્ર્મો કરવાની ફરજ પડશે એવું કાંતિલાલ બાવરવાએ રજૂઆતના અંતમાં જણાવેલ હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/