10 તારીખે પેટા ચૂંટણીની મતગણતરી : બપોરે 2 વાગ્યા સુધીમાં પરિણામ આવવાની શકયતા

0
94
/

મોરબી: પોલી ટેક્નિજકલ કોલેજ, ઘુંટુ ખાતે મતગતરી થશે : બે બ્લોકમાં 14 ટેબલમાં 39 કર્મીઓ કરશે EVMની મત ગણતરી થશે : એક બ્લોકમાં પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરાશે : કોરોનાના પગલે શૉશ્યલ ડિસ્ટન્સ જાળવણી અને સેનિટેશન માટે આરોગ્ય ટીમ પણ જોડાશે

મોરબી : મોરબી સહિત 8 વિધાન સભા પેટા ચૂંટણી માટે ગત તા.3 ના રોજ મતદાન પ્રકિયા યોજાઈ હતી. જેમાં મોરબી-માળીયા બેઠક પર 52.32 ટકા થયું હતું. તો મોરબીના ઘુટૂ નજીક પોલિટેક્નિક કોલેજ ખાતે ડિસ્પેચ રિસીવિંગ સેન્ટરમાં 412 બુથના ઇવીએમ, વિવિપેટ સહીતની સામગ્રી જમા થયા હતા. હાલ આ ઇવીએમ વિવિપેટને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામા આવ્યા છે. આગામી 10 નવેમ્બરના રોજ મોરબી માળિયાના મતદારો દ્વારા આપેલ જનાદેશનો ફેંસલો થવાનો છે. જેના માટે 12 ઉમેદવાર મળી મતદારોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. મોરબી માળીયા પંથકમાં હાલ કોણ જીતશે, કોને કેટલા મત મળશે તેના અનુમાન લગાવાઈ રહ્યો છે. તો બીજી તરફ આગામી 10 નવેમ્બર, મંગળવારે ચૂંટણી તંત્રની ટીમ દ્વારા મતગણતરી માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ 10 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં મતોની ગણતરી પૂર્ણ થઈ જવાની શક્યતા છે. જેથી 2 વાગ્યે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ મોરબીની બેઠક પર પણ બાજી મારશે.

જ્યારે કોરોના મહામારી વચ્ચે યોજાનારી મતગણતરીની પ્રકિયામાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને સંક્રમણ પ્રવેશે નહિ તે માટે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરવામા આવી છે જે આવનાર તમામ લોકોનું સ્કેનિંગ કરશે અને ત્યાર બાદ મતગણતરી સ્થળ પર પ્રવેશ આપવામાં આવશે. મતગણતરી સ્થળની વાત કરીએ તો કુલ બે બ્લોકમાં 13 ટેબલ ગોઠવણી કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ 2 ટેબલ પોસ્ટલ બેલેટની મતગણતરી કરશે. જ્યારે બન્ને બ્લોક 6-6 મળી કુલ 12 ટેબલ પર મત ગણતરી શરૂ કરશે. દરેક ટેબલ પર કુલ 3 એમ કુલ 36 જ્યારે પોસ્ટલ બેલેટ માટે 20 લોકો જોડાશે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવયેલ લોકો મળી કુલ 100 લોકો મતદાન ગણતરીની પ્રક્રિયામાં પણ જોડાશે.

જ્યારે સજ્જડ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કુલ ત્રણ ચરણમાં ચેકીંગ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ચરણમાં માત્ર ચુંટણી તંત્ર દ્વારા આપવામા આવેલ પાસ અથવા ઓળખ પત્ર દ્વારા પ્રવેશ આપવામાં આવશે ત્યાર બાદ બીજા ચરણમાં જવાન ધ્વારા તેઓનું ચેકીંગ અને સેનિટેશન કામગીરી કરવામાં આવશે ત્રીજા ચરણમાં સ્ટ્રોંગ રૂમની પાસે રહેશે જેમાં માત્ર મત ગણતરી માટે નિયુક્ત કરાયેલ કર્મીઓને જ પ્રવેશ આપવામાં આવશે આ માટે મોરબી જિલ્લા પોલીસ અને પેરા મિલિટરી ફોર્સની ટીમ ખડેપગે રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખી માત્ર ચૂંટણી અધિકારી અને ઓબ્ઝવરને જ મોબાઈલ સાથે રાખવાની મંજૂરી આપવામાં આવશે અન્ય સ્ટાફે મોબાઈલ ટેમ્પરરી લોકરમાં જમા કરવા અથવા કાઉન્ટીંગ સ્થળ બહાર રાખવાના રહેશે. સવારે 8 વાગ્યા થી જ મત ગણતરી શરૂ થશે અને 35 રાઉન્ડમાં યોજાશે. મતગણતરી પ્રકિયા માટે સૌ પ્રથમ સર્વિસ વોટરના તેમજ સિનિયર સીટીઝન અને વિકલાંગના પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામા આવશે. જ્યારે 10 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાની શક્યતાઓ પણ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/