મોરબી નજીકના જોધપર ડેમ પાસેથી પસાર પહેલી ટાવેરા કારને રોકીને તેની તલાસી લેવામાં આવતા કારમાંથી કુલ મળીને ૮૩ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને કુલ ૧.૭૫ લાખના મુદ્દામાલને કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે અને વધુ એક શખ્સનું નામ ખુલ્યુ હોવાથી તેને પકડવા માટે પોલીસે હાલમાં તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે બપોરના સમયે મોરબી નજીકના જોધપુર ગામ પાસે નજીકથી ટાવેરા કાર નંબર જીજે ૧ આરજે ૬૩૫૮ પસાર થઇ રહી હતી જેને રોકીને તાલુકા પોલીસની ટીમ દ્વારા લેવામાં આવતા આ ગાડીની અંદરથી ત્યાંથી બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી ૨૫૮૦૦ ની કિંમતનો દારૂ અને ગાડી મળીને કુલ પોલીસે ૧.૭૫.૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી મુન્નાભાઈ વાલાભાઈ ખરગીયા જાતે ભરવાડ ઉંમર વર્ષ ૩૧ રહે લીલાપર રોડ ખડીયાવાસ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ભરતભાઈ વાસુદેવભાઈ જારીયા રહે ખડીયાવાસ વાળાનું નામ ખૂલ્યું હોવાથી તેને પકડવા માટે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide