માળિયા તાલુકાના અગરિયાઓ દ્વારા “રણ સરોવર”નો વિરોધ

0
93
/

સૌરાષ્ટ્રને પાણી પાણી કરવા માટે સરકાર દ્વારા રણ સરોવર પોજેક્ટ ઉપર વિચારણા કરવામાં આવી રહી છે જો કે, આ પ્રોજેક્ટ સાર્થક થાય તો લાખોની સંખ્યામાં અગરિયા બેકાર થાય તેવી શક્યતા છે જેથી હાલમાં મોરબી જીલ્લાના જુદાજુદા તાલુકામાં રણ સરોવર પ્રોજેક્ટ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે બે દિવસ પહેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતાં અગરિયાઓ દ્વારા હળવદમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાર બાદ માળિયા તાલુકાના અગરિયાઓ દ્વારા માળીયામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકાર અગરિયાઓનું પણ વિચારે તેવી માંગ કરવામાં આવી છે જો રણ સરોવર બનાવવામાં આવશે તો લાખોની સંખ્યામાં અગરિયાઓ બેકાર થઇ જવાના છે જેથી અગરિયાઓને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે અને મામલતદાર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/