ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા આજે ભોપાળુ છતું થયું
મોરબી : હાલ મોરબીના ગાળા ગામ પાસે આવેલ પુલીયું ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા આજે આ પુલિયુ તૂટી ગયું હતું. એકદમ સાંકડું રહેલું બાઈક ચાલકો પુલિયાની નીચે પડી જાય તેવી ગંભીર હાલત થઈ ગઈ છે. આ પુલિયાની ભયજનક હાલત થતા વાહન ચાલકો ઉપર મોત ઝળુંબી રહ્યું છે.
મોરબીના ગાળા ગામ પાસે નદી ઉપર બંધાયેલું પુળીયું ઘણા સમયથી ભયજનક હાલતમાં છે. આ પુલિયુ એકદમ સાંકડું છે. ઉપરથી પુલીયું લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. તેમ છતાં આ પુલિયાને રિપેરીગ કરવાની જવાબદાર તંત્રએ કોઈ તસ્દી ન લેતા આજે ભોપાળુ બહાર આવ્યું હતું.જેમાં આ પુલીયું તૂટી ગયું છે. પુલિયા નીચે મોટું બોકરું પડી ગયું છે. એના ઉપર બાઈક ચાલકો પસાર થાય તો તુરંત જ નીચે ખાબકે તેવી હાલત છે. આથી હવે આ પુલિયા ઉપર અવરજવર કરવી એટલે સામે ચાલીને મોતને આમંત્રણ આપવા બરોબર છે. આથી તંત્ર ઝડપથી નવો પુલ બનાવવાની કામગીરી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide