વૃદ્ધાના શબ્દો “મને અહીંથી લઇ જા, નહીં તો આ લોકો મારી નાખશે ,10:30 વાગ્યે ક્હ્યું “તબિયત સ્થિર છે” ; અને 30 મિનિટમાં જ મોત
કોરોના દર્દીની સારવાર બાબતની ફાઈલ આપવામાં પણ તંત્ર દ્વારા ક્યાં કારણોસર હાથ ઊંચા કરાય છે તે પણ એક શંકાસ્પદ સવાલ?
કોરોનાગ્રસ્ત ડાયાબિટીસના દર્દીને જમવાની યોગ્ય વ્યવસ્થાના અભાવે દર્દીએ દમ તોડ્યો; કોવિદ 19 હોસ્પિટલની વધુ એક બેદરકારી
શહેરમાં કોરોનના કેસો સતત વધી રહ્યા છે. તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી કોવીડ-19 હોસ્પિટલમાં બેદરકારીના કિસ્સાઓ પણ છાશવારે સામે આવી રહ્યા છે ત્યારે બુધવારે આવા કિસ્સાઓમાં વધુ એકનો ઉમેરો થયો હતો. કોરોના પોઝિટિવ જાહેર થયેલા એક મહિલાના ભોજનનું પૂરતું ધ્યાન રાખવામાં ન આવતા આજે સવારે દમ તોડી દીધો હતો. છેલ્લે મહિલાએ પુત્રને “મને અહીંથી લઇ જા, આ લોકો મને મારી નાખશે” ની ફોન પર આજીજી કરી હતી. જે પછી મહિલાએ અંતિમ શ્વાસ લેતા પહેલા પરિવારજનો આઘાતમાં ગરક થઇ ગયા હતા.
આ કમકમાટી ભરેલી ઘટનાની વિગત એવી છે કે જેતપુરના કાઠીમાં રહેતા મમતાબેન ચીમનભાઈ જોશીને 7 સપ્ટેમ્બરના રોજ છાતીમાં દુખાવો ઉપડતા તેમને જેતપુરની અનેક હોસ્પિટલમાં લઇ ગયા. જ્યાં તબીબે વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું કહ્યું હતું. જેને પગલે મમતાબેનનો પુત્ર તેમને લઈને રાત્રે રાજકોટની કોવીડ-19 હોસ્પટિલે પહોંચ્યો હતો. અહીં તેમનો કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો.
મમતાબેનને તરત જ સારવાર અર્થે કોવિડ 19 માં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. મમતાબેન પોતે ડાયાબિટીસના દર્દી હતા. બીજે દિવસે (તા. 8-સપ્ટેમ્બર) બપોર સુધી મમતાબેને પીવાનું પાણી પણ આપવામાં આવ્યું ન હતું. જયારે ભોજનમાં અતિશય તીખા શાક,દાળ આપવામાં આવ્યા હતા. મમતાબેન આટલું તીખું ખાઈ શકે તેમ ન હોય ત્યાંના સ્ટાફને જાણ કરી હતી. જે પછી સ્ટાફે મમતાબેન માટે મોસંબીની વ્યવસ્થા કરી આપી હતી. બુધવારે (આજે) સવારે 10:30 વાગ્યે પરિવારજનોએ હોસ્પિટલે ફોન કરીને ખબર પણ પૂછી હતી. ત્યારે સ્ટાફે તેઓની તબિયત સ્થિર હોવાનો જવાબ આપ્યો હતો. પરંતુ 30 મિનિટમાં જ 11 વાગ્યે મમતાબેનનું મૃત્યુ પામ્યાનું જણાવતા પરિવાર પાર આભ ફાટી પડ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide