મોરબી આજે હાલ અપમૃત્યુનો વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટમા નેપાળી પરિવારના બે વર્ષનો બાળક રમતા રમતા પાણી ની ટાંકીમાં પડી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જેને લઈને નેપાળી પરિવાર પર આભ ફાંટી પડ્યું છે.
અપમૃત્યુના કેસની પ્રાથમિક વિગત અનુસાર શહેરના દાઉદી પ્લોટમાં આવેલ રાષ્ટ્રીય શાળા વાળી શેરી પાસેના નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારના 2 વર્ષ ના માસૂમ બાળક નિશાંત પ્રિયેન્દ્ર સોની પાણીના ટાંકા નજીક રમી રહ્યો હતો આ દરમિયાન એકાએક કોઈ કારણસર પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનું કરુંણ મોત થયું હતું.[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે.
રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...