મોરબી : તાજેતરમા નવી પીપળી ગામમાં વીજ થાંભલા અને ટી.સી. ઉપર વેલા ચઢી જતા શોર્ટ સર્કિટ થતા પંખા, ટી.વી. અને ફ્રીજ જેવા ઇલેકટ્રીક ઉપકરણો બળી ગયાની ગામલોકોની રાવ છે.
નવી પીપળી ગામની અંદર જવાના માર્ગ પર જ ગામનું ટી.સી. આવેલ છે. જેની બિલકુલ બાજુમાં જ સબ સેન્ટર પણ આવેલ છે. ટી.સી. વેલાઓ અને બાવળથી પૂરેપૂરું ઢંકાઈ ગયું હોવાથી ગઈકાલે રાત્રે વીજ પોલ પર શોટ સર્કિટ થતાં ગામના ઘણા ઘરોના ટીવી, એસી, ફ્રીજ અને પંખા બળી ગયા હતા. સબ સેન્ટર તેની બાજુમાં જ હોવાથી ત્યાં આવતા જતા લોકોમાં પણ ભય રહે છે. જેથી, તંત્ર વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરે એવી ગામવાસીઓએ અપીલ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide