હળવદના માથકમાં નવા પ્લોટ વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાયો

0
151
/

ગ્રામ પંચાયત આ વિસ્તારમાં લેશમાત્ર પણ ધ્યાન ન દેતી હોવાની રાવ

હળવદ : હાલ હળવદ પંથકમાં રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાઇ રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના માથક ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં ગ્રામ પંચાયતની અણ આવડત ને કારણે પાણી ભરાઈ જતા તે વિસ્તારમાં રહેતા 25 જેટલા પરિવારના ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે

હળવદ પંથકમાં કોંગો ફીવર ને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે તેવામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે રોગચાળાએ પંથકમાં માથું ઉંચક્યું છે આવા સમયે તાલુકાના માથા ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં ગ્રામ પંચાયતની પણ આવડત ને કારણે વરસાદી પાણી નો નિકાલ નહી કરાતા આ વિસ્તારમાં રહેતા લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે સાથે જ આ વિસ્તારમાં રહેતા લોકો એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે ગ્રામ પંચાયત જાણીજોઈને અમારા વિસ્તારમાં ગંદકી ફેલાવી રહી છે જો વરસાદી પાણીનો અમો રહીશો દ્વારા નિકાલ કરીએ તો આગળના ભાગમાંથી જાણીજોઈને મોટર ચાલુ કરી પાણી છોડવામાં આવે છે સાથે જ જે જગ્યાએથી પાણીનો નિકાલ છે ત્યાં માટી નો પારો બનાવી દીધો હોય જેના કારણે અહીં પાણી ભરાઈ રહ્યું છે અને અમે બીમારીનો ભોગ બની રહ્યા છીએ ત્યારે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી અમારી માંગ છે

સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરાશે : તાલુકા વિકાસ અધિકારી

માથકમાં આવેલ નવા પ્લોટ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યને કારણે સ્થાનિક રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે ત્યારે આ અંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી રાવલ એ જણાવ્યું હતું કે અમો માથક ગામે સ્થળ મુલાકાત લઈ વહેલી તકે ગંદકી દૂર કરવા ગ્રામ પંચાયતને તાકીદ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/