News@7pm: રવિવાર : મોરબી શહેરમાં 2 કોરોનાના કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ 225 થયા

0
263
/

મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે બે લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 225 થયો હતો. જ્યારે હજુ જામનગર લેબમાં મોકલાયેલા સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.

મોરબીમાં રવિવારે સાંજે 6 વાગ્યે જાહેર થયેલ કોરોના કેસની મળતી વિગત મુજબ મોરબીના વિશ્વકર્મા મંદિર પાસે રહેતા 76 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમનું સેમ્પલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયું હતું. જ્યારે મોરબીના ગ્રીનચોક નજીક ઘાંચી શેરીમાં રહેતા 53 વર્ષના પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમનું સેમ્પલ સદભાવના હોસ્પિટલ ખાતે લઈ અમદાવાદ ખાનગી લેબમાં મોકલવામાં આવ્યું હતું. આજે રવિવારે આ 2 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 225 થઈ ચુક્યો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/