મોરબી : આજરોજ બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે જ ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં રાજ્યમાંથી દારૂબંધી હટાવવી અશક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે એક નિવેદનમાં ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની વાતનો છેદ ઉડાડતા જણાવ્યું હતું કે, દારૂબંધી હટાવવી શક્ય નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ ભાજપમાંથી કોંગ્રેસમાં જઈ હાલ નવી પાર્ટી બનાવીને તેના અધ્યક્ષપદે રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં જ દારૂબંધી હટાવવાની તરફેણ કરતા સોશિયલ મીડિયામાં માઇલેજ મેળવ્યું હતું. પ્રવાસન ઉધોગના હિતમાં તેમજ રાજ્યની આબાકારી જકાત વધારવાના સંદર્ભમાં વાઘેલાએ દારૂબંધી હટાવવાની માંગણી કરતા આક્ષેપ પણ કર્યો હતો કે, રાજ્યમાં નામ માત્રની દારૂબંધી છે. ઠેર ઠેર દેશી વિદેશી દારૂના હાટડાઓ ધમધમે છે તો શા માટે સરકાર દારૂબંધી હટાવતી નથી. આજે ગૃહ રાજ્યમંત્રીના નિવેદનને વાઘેલાના કુપ્રચાર સાથે જોડીને આપવામાં આવેલું નિવેદન માનવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide