વાંકાનેર : શ્રાવણ માસ નજીક આવતા જ જાણે જુગારની મોસમ ખુલી હોય એમ જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ જોવા મળી રહ્યા છે.
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલ જયેશભાઇ જાદુભઈ સરાવાડીયાની વાડીની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બાવળના ઝાડ હેઠળ દવા છાંટવાના ઇલેક્ટ્રિક ચાર્જિંગ બેટરીવાળા પમ્પમાં એલ.ઈ.ડી. લાઈટ ફિટ કરી જાહેરમાં જુગાર રમતા પ્રવીણ રણછોડભાઈ વિંજવાડીયા (ઉં.વ.25), અનિલ રણછોડભાઈ રાતોજા (ઉં.વ.19), ભુપત તળશીભાઈ રાતોંજા (ઉં.વ.38), વિજય પરબતભાઇ સરાવાડીયા (ઉં.વ.21), દશરથ તેજાભાઈ વિંજવાડિયા (ઉં.વ.27) અને વિજય રમેશભાઈ સરાવાડીયા (ઉં.વ.22) રહે. બધા ગામ ભીમગૂડા, ધંધો બધા ખેતી વાળાઓને રોકડ રૂ.35230 તથા મોબાઈલ નંગ 6 કિંમત 15500, 4 મોટરસાયકલ કિંમત રૂ. 37000, એલ.ઈ.ડી.લાઈટ કિંમત રૂ.10, ઇલેક્ટ્રિક દવા છાંટવાનો બેટરી વાળો પંપ કિંમત રૂ. 500, સહિત મળી કુલ 88250 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ બી.ડી.પરમાર, પો.હેડ.કોન્સ સુરેશભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ ચમનભાઈ ચાવડા, પો.કોન્સ અશ્વિનકુમાર ઝાપડિયા, મુકેશભાઈ વસાણી, જયપાલસિંહ ઝાલા સહિતના રોકાયા હતા
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ…
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide