મોરબી જિલ્લા-રાજકોટ ગ્રામ્યમાંથી ચોરી કરતી ગેંગ પોણા આઠ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ

0
188
/

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ સાત શખ્સોની ગેંગને ઝડપી પાડી ત્રણ બનાવોના ભેદ ઉકેલ્યા

મોરબી : રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીની ટીમે રાજકોટ ગ્રામ્ય તેમજ મોરબી જિલ્લામાંથી ચોરી કરતી સાત શખ્સોની ગેંગને ચોરાયેલા મુદ્દામાલ તેમજ ચોરી કરવામાં વપરાયેલા વાહનો સાથે ઝડપી પાડી ત્રણ ગુન્હાઓના ભેદ ઉકેલ્યા છે. તસ્કરોને રિમાન્ડ પર મેળવી વધુ ભેદ ઉકેલવાની દિશામાં પ્રયાસો જારી રાખ્યા છે.

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીની ટીમે મોરબી જિલ્લામાં તથા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ગેંગ બનાવીને ત્રાટકતી સાત લોકોની ટોળીને ઝડપી પાડી વણ ઉકેલ્યા ત્રણ બનાવોના ભેદ ખોલી પોણા આઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ૧) બે નંગ કમ્પ્રેસર સહિતના એ.સી. કિં. રૂ.60000/, ૨) એક ફ્રીજ કિં.રૂ.10000/, ૩) ત્રણ એલ.ઇ.ડી.લાઈટ કિં. રૂ. 2000, ૪) એક વેલ્ડીંગ મશીન કિં. રૂ. 15000, ૫) એક ઇનવર્ટર કિં. રૂ. 16000/, ૬) એક મોટર કિં. રૂ. 5000/, ૭) છ નંગ પ્લાસ્ટિકની ખુરશી કિં. રૂ. 3000/ ૮) બે મોટી રિવોલ્વિંગ ખુરશી કિં. રૂ. 20000/, ૯) ત્રણ નાની રિવોલ્વિંગ ખુરશી કિં. રૂ. 21000, ૧૦) એક મહિન્દ્રા પિક અપ તથા એક મહિન્દ્રા jeeto વાહન કિં. રૂ. 4,50,000/ ૧૧) એલ્યુમિનિયમ ધાતુના ચોરસા વજન 885 કિલો કિં. રૂ. 1,32,500 તથા 6 મોબાઈલ કિં. રૂ. 27000 આમ કુલ મળીને 7, 62,500/નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પકડાયેલા મુદ્દામાલમાં ટંકારાના છતર ગામ પાસે રામ પોલીપેક નામના કારખાનની પાછળ આવેલા આલ્ફા ઇન્ડસ્ટ્રીઝમાંથી ગત મેથી જૂન માસ દરમ્યાન કારખાનાના શટર તેમજ ઓફિસના દરવાજા તોડી બે નંગ એ.સી, વેલ્ડીંગ મશીન, ખુરશી, ઇન્વર્ટર, ફ્રીજ, વાયર સહિત 1.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. હાલ રાજકોટ ખાતે યુનિવર્સીટી રોડ સ્થિત નીલકંઠ નગરમાં રહેતા અજયભાઈ ધનજીભાઈ સોલંકીએ અંગેની ફરિયાદ ટંકારા પો.મથકમાં લખાવી હતી. એ ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/