નવલખી પોર્ટ ઉપર ડમ્પરની હડફેટે સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતા યુવાનનું મૃત્યુ

0
79
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયા (મી.): મોરબીના માળિયા મીંયાણા તાલુકાના નવલખી પોર્ટ પર ગત મોડી રાત્રીના વાહન અકસ્માતનો એક બનાવ બન્યો હતો. જેમાં ડમ્પરની હડફેટે ચડી જવાથી સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતા યુવાનનું મોત નિપજતા મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડાયો હતો.

મોરબી એ ડિવિઝન પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનનો રહેવાસી 31 વર્ષીય અજયકુમાર પરમાનંદભાઇ શર્મા નામનો યુવાન ગઈકાલે મંગળવારે મોડીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં માળીયા (મિં)નાં નવલખી પોર્ટ ખાતે ડમ્પરની હડફેટે ચડી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં હાલ એ. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જી.વાળા અને રાઇટર નરેશ રીબડીયાએ પ્રાથમિક તપાસ પણ શરૂ કરી હતી.પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, મૃતક અજયકુમાર શર્મા મૂળ રાજસ્થાનનો છે અને અપરિણીત છે. હાલ સીકયુરીટી ગાર્ડ તરીકે નવલખી પોર્ટ ઉપર કામકાજ કરતો હતો દરમિયાનમાં ગત રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં મોટા ડમ્પર જેવા વાહનની હડફેટે ચડી જતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. મોરબી એ. ડિવિઝન પોલીસે આ બનાવની વધુ તપાસ અર્થે માળીયા મિયાણા પોલીસને જાણ પણ કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/