વાહનમાલિક, ડ્રાઇવર, કંન્ડકટર કે પેસેન્જર પાસેથી એમ ડબલ દંડ નહીં લેવાય : મોટર વાહન અધિનિયમન – 1988 હેઠળના ગુન્હાઓ અન્વયે વસુલાત કરવા અંગે સરકારનો મહત્વનો નિર્ણય
મોરબી : હાલ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ્સ એકટ નં. 32/2019થી મોટર વાહન અધિનિયમ, 1988માં સુધારા કરવામાં આવેલ હતા. આ સુધારાના અમલીકરણ માટે ગુજરાત સરકારે અનેકવિધ પગલાં લીધા છે. આ તમામ પગલાંઓમાં નાગરિકોને બિનજરૂરી પરેશાની ન થાય તે દ્રષ્ટિકોણ પણ ધ્યાનમાં રાખેલ છે.
ગુજરાત સરકાર દ્વારા નવા કાયદાના અમલીકરણના અનુસંધાને ટ્રાફિક ગુન્હાઓમાં સ્થળ, દંડ/માંડવાળ ફીના સરળ દરો અમલી બનાવેલ છે. આ જ પ્રક્રિયામાં આગળ વધતાં ટ્રાફિક ગુન્હાઓમાં ખરેખર જવાબદાર ડ્રાઇવર, માલિક કે વાહન સંબંધિત જવાબદારીઓ કાયદાકીય જોગવાઇઓ અનુસાર સ્પષ્ટ થાય તથા અર્થઘટનના ગુંચવાડા ઉભા ન થાય તે ધ્યાનમાં લઇ સરકારે ટ્રાફિક ગુન્હાઓ માટે ખરેખર જવાબદાર હોય, તેની પાસેથી માંડવાળ ફી વસુલ કરવાની જોગવાઇઓ નકકી કરતો ઠરાવ તા. 26/11/2020થી બહાર પાડેલ છે. આ ઠરાવની અમલવારી થતા હવે પછી અમુક જોગવાઇ સિવાય મોટાભાગના ગુન્હાઓ માટે વાહનમાલિક, ડ્રાઇવર, કંન્ડકટર કે પેસેન્જર પાસેથી એમ ડબલ દંડના બદલે ગુન્હા માટે જવાબદાર વ્યકિત પાસેથી જ દંડ પણ વસુલ કરવામાં આવશે
સરકારના આ નિર્ણયથી જાહેર જનતાની ટ્રાફિક ગુન્હાઓ અંગે સભાનતા વધશે અને દંડની વસુલાતમાં પારદર્શીતા આવશે. એમ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide