મોરબીમાં તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘નૃત્યાંજલી’ કાર્યક્રમ યોજાયો

0
34
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં છેલ્લા 15 વર્ષથી મોરબીમાં ચાલતી તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થા દ્વારા ભરતનાટ્યમ નૃત્યનો “નૃત્યાંજલી” નામનો કાર્યક્રમ તારીખ 10 સપ્ટેમ્બર શનિવારના રોજ ‘સંસ્કાર ઈમેજીંગ સેન્ટર’ ખાતે યોજાયો.
મોરબીની જ ભરતનાટ્યમ નૃત્ય શીખતી ૫ થી ૭૦ વર્ષની વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમમાં ભક્તિવહી નૃત્ય પ્રસ્તુતિ કરી અને આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવવાનો સુંદર મજાનો પ્રયાસ કર્યો. આ નૃત્ય સંસ્થા ભરતનાટ્યમ નૃત્ય ની સાથે લોકનૃત્યની પણ તાલીમ આપી રહી છે.આ કાર્યક્રમમાં મોરબી શહેરના સેવાભાવી અગ્રણીઓએ અમુલ્ય હાજરી આપી પોતાનો યથા યોગ્ય ફાળો આપ્યો તથા વિદ્યાર્થીઓ ના વાલીઓએ પૂરો સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/