વાંકાનેરમાં અવરોધરૂપ દબાણો પર પાલિકાનું બુલ્ડોઝર ફરી વળ્યું !!

0
18
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર : હાલ વાંકાનેર નગરપાલિકા દ્વારા આજે રોડના કામમાં અવરોધરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા નેશનલ હાઇવે પર જકાતનાકા પાસે દબાણો દૂર કરી પાર્કિગ વ્યવસ્થા બનાવશે અને રાતીદેવડી રોડ ઉપર થયેલા દબાણો દૂર કરી રોડ પહોળો બનાવશે

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વાંકાનેર શહેરના મુખ્ય પ્રવેશદ્રાર ગણાતા નેશનલ હાઇવે જકાતનાકા પાસે પેવર બ્લોક નાખવાની ગ્રાન્ટ મંજુર થઈ હોય પણ આ કામમાં ત્યાં ઘણા દબાણો ખડકાયા હતા. વાંકાનેર નગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતાં દાદ ન આપતા આજે ત્યાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાંકાનેર નગરપાલિકા દ્વારા આજે નેશનલ હાઇવે પર જકાતનાકા પાસે 7 રેંકડી, 7 છાપરા અને ત્રણ દુકાનોના બહાર થયેલા ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હવે ત્યાં પેવર બ્લોક નાખી વાહનો માટે પાર્કિગ વ્યવસ્થા બનાવવામાં આવશે. આ ઉપરાંત રાતીદેવડી રોડ ઉપર એસ્સાર પેટ્રોલપંપ પાસે રોડ પહોળો કરવાની ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજુઆતને ઓગળે અમુક તત્વો દ્વારા પથ્થર નાખીને પાણીને અવરોધ કર્યા હોય એ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ત્યાં રોડ પહોળો, પાણી નિકાલના પાઇપનું કામ અને લાઈટ તેમજ ડિવાઈડર નાખવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/