[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : ગઈકાલે લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પકડાયા બાદ મોટા વહીવટની ચર્ચા વચ્ચે ઓચિંતી પીઆઈની બદલી થઈ હતી. આ સમગ્ર મામલે તપાસ માટે SMCની ટીમે હોટેલમાં ધામાં નાખી 9 કલાક તપાસનો દૌર ચલાવ્યાનુ જાણવા મળી રહ્યું છે.
મોરબી – રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાની હદમાં આવેલ હોટલ કમ્ફર્ટમા ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં ગત તા.25 ઓક્ટોબરના રોજ દરોડો પાડી ઈન્ચાર્જ પીઆઈ વાય.કે. ગોહિલે 12 લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહિત 63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના જાણીતા શિલ્પા જવેલર્સવાળા ભાસ્કર પારેખ સહિત 9 આરોપીઓને પકડી પાડ્યા હતા. બીજી તરફ હોટલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડા બાદ પોલીસબેડામા ખળભળાટ મચી જાય તેવા એક્શન આવ્યા હતા. આ જુગાર કલબમાં દરોડા બાદ વહીવટની ચર્ચાઓ પણ ઉઠી હતી. ત્યારબાદ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ વાય.કે.ગોહિલને વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્વારકા જીલ્લામાં બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide