મોરબીમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓના વોરંટ નીકળશે

0
29
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ આસામીઓ સામે હવે મિલ્કતો સીલ કરવી, જપ્તી તેમજ હરરાજીની કાર્યવાહી માટે વોરંટ ઈશ્યુ કરવા તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેરમાં નાગરિકો મિલ્કત વેરો-પાણી વેરો અને વ્યવસાય વેરો ભરવાની દરકાર લેતા ન હોવાથી મોરબીનો વિકાસ રૂંધાવાની સાથે સ્વભંડોળના કામો અટકી પડયા છે ત્યારે નગરપાલિકા દ્વારા માર્ચ મહિનો નજીક આવતા જ બાકી મિલ્કત વેરો વસૂલવા માટે કડક કાર્યવાહી શરૂ કરવા નક્કી કરી એક લાખથી વધુની બાકી વેરો નહીં ભરનાર અસામીઓની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં નોંધાયેલ કુલ 85 હજારથી વધુ મિલ્કતો પૈકી અત્યાર સુધીમાં ફક્ત 19840 મિલ્કતધારકોએ વેરો ભરવા દરકાર લીધી છે પરિણામે કુલ 35 કરોડ રૂપિયાના માંગણા સામે પાલિકાએ અત્યાર સુધીમાં 10 કરોડ જેવી વસુલાત કરી છે. જો કે, માર્ચ મહિના સુધીમાં નગરપાલિકાને વધુને વધુ ટેક્સની આવક થાય તે માટે હાલમાં એક લાખથી લઈ 15 લાખ સુધીનો વેરો બાકી હોય તેવા 500 અસામીઓની યાદી તૈયાર કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/