મોરબી : મોરબી સીરામીક એઓસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાની રાજકોટ વેસ્ટર્ન રેલવેની સૌરાષ્ટ્રની કમીટીમાં સભ્ય તરીકે રેલવે દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ વેસ્ટર્ન રેલવેની ડિવિઝનલ ઓફિસ દ્વારા ડિવિઝનલ રેલવે યુઝર’સ કન્સલ્ટેટીવ કમિટી (DRUCC)માં નિલેશભાઈ જેતપરીયાની નિમણુંક કરવામાં આવી છે. જે બદલ તેઓને પરિવારજનો તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.
આ અંગે નિલેશભાઈએ જણાવ્યું છે કે તેઓ સીરામીક ઉદ્યોગને અનુલક્ષીને રેલવેના પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરશે. તેમજ સીરામીક ઉદ્યોગના માલપરિવહન માટે જરૂરી રેલવેની સુવિધાઓ બાબતે રેલવે તંત્રનું ધ્યાન દોરશે. ઉપરાંત, તેઓ મોરબી જિલ્લાને રેલવે દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો વધુ લાભ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide