એલસીબીની કાર્યવાહી : રૂ. 2.25 લાખની રોકડ જપ્ત
મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ એક ટાઇલ્સ કટિંગના કારખાનમાંથી એલસીબીની ટીમે જુગાર ધામ પકડી પાડ્યું છે. જેમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સાથે રૂ. 2.25 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના શોભેશ્વર રોડ ઉપર પીકનીક સેન્ટરની સામે, દેવ માર્કેટિંગ ટાઇલ્સ કટિંગના કારખાનાની ઓફિસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા હિતેશભાઈ પ્રાણજીવનભાઈ પટેલ, હિતેશભાઈ મેઘજીભાઈ પટેલ, વિપુલભાઈ નાગજીભાઈ પટેલ, મનોજભાઈ વિરજીભાઈ પટેલ, પ્રવીણભાઈ જેરામભાઈ પટેલ અને મિતેશભાઈ લક્ષ્મણભાઈ પટેલને રૂ. 2.25 લાખની રોકડ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસીંહ જાડેજા, રણુભા જાડેજા, હરેશભાઇ સરવૈયા, દશરથસીંહ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીકાંતભાઈ કૈલા અને અશોકસિંહ ચુડાસમા સહિતના રોકાયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide