નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાની ઉગ્ર માંગ
વાંકાનેર : તાજેતરમા યુપીના હાથરસ ગામે યુવતી પર સામુહિક દુષ્કર્મ ગુજારી તેનું મોત થયાના ધુણાસ્પદ બનાવ સામે સમગ્ર દેશમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ ધુણાસ્પદ બનાવના વિરોધમાં વાંકાનેરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને આ જઘન્ય અપરાધ કરનાર નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાની ઉગ્ર માંગ કરાઈ હતી.
વાંકાનેર શહેર તથા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરપ્રદેશના હાથરસ ગામે યુવતી પર નારધમોએ સામુહિક દુષ્કર્મ આચાર્ય બાદ આ પીડિતના મોત પછી યુપી સરકારે પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે પરિવારજનોની અનુમતિ વગર પીડિતાના કરેલા અગ્નિ સંસ્કાર મામલે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. આથી, આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને આ ધુણાસ્પદ બનાવના નરાધમોને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત, કચ્છ જિલ્લાના રાપર ગામના એડવોકેટની હત્યાના ગુનેગારોને કડક સજા આપવાની માંગ કરેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide