હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર એસટી બસ સાથે અથડાતા ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ

0
336
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: અરવિંદ પરમાર] મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ચાર પૈકી ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા તો અન્ય એકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે
બનાવની મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર મેવાડા હોટેલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર ધ્રાંગધ્રા મહાદેવનગર રૂટની એસટી બસ સાથે ટકરાઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા તો અકસ્માતની જાણ થતા ૧૦૮ ટીમના પાયલોટ નરેન્દ્રસિંહ અને ઇએમટી જયેશભાઈની ટીમ સ્થળ પર પહોચી હતી અને ગંભીર હાલતમાં એકને ધ્રાંગધ્રા બાદ સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો છે

અકસ્માત અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્વીફ્ટ કારનું ટાયર ફાટ્યું હોય જેથી અકસ્માંત સર્જાયો હતો ટાયર ફાટ્યા બાદ કારચાલકે કાબુ ગુમાવતા સામેથી આવતી એસટી બસમાં કાર ઘુસી ગઈ હતી જે અકસ્માતમાં ત્રણના મૃત્યુ થયા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/