હળવદના ઘનશ્યામપુર રોડ પર કારે બાઈકને હડફેટે લેતાં બાઈક ચાલકનું મૃત્યુ

0
104
/

હળવદ: આજ રોજ મળેલ માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર રોડ પર કાર ચાલકેએ બાઈકને હડફેટે લેતાં બાઈક સવારનું મોત નીપજયું હતું.ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ૧૦૮ ને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના ઘનશ્યામપુરનું દંપતી વાડીએ જ હતા ત્યારે કાર ચાલકે મોટરસાયકલ ને અડફેટે લેતાં બાઈક ચાલક ગણપતભાઈ ધનાભાઈ રાઠોડ ઉ.૩૦ નું ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યું હતું. તો તેમના પત્ની મનીષાબેનને ઈજા પહોચતા હળવદ ૧૦૮ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને મૃતકના મૃતદેહને પી એમ માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો ઈજાગ્રસ્ત મનીષાબેનને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા.બનાવ અંગે મનીષાબેન ગણપતભાઈ રાઠોડએ હળવદ પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/