મોરબી : તાજેતરમા મોરબીના જેતપર રોડ ઉપર ચાલુ રીક્ષામાંથી અચાનક નીચે પટકાતા એક પેસેજરને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી મોરબી તાલુકા પોલીસે રીક્ષાચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર GJ-13-AV-3797 નંબરની સી.એન.જી રીક્ષાનો ચાલક ગત તા. 5ના રોજ પોતાની રિક્ષામાં પેસેન્જરો બેસાડીને મોરબી જેતપર રોડ વિરાટનગર (રંગપર) ગામના પાટીયા સામે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો. ત્યારે રીક્ષાચાલકે પોતાની રિક્ષાને પુરઝડપે અને બેફિકરથી ચલાવતા રીક્ષામાં બેસેલા પેસેન્જર જગદિશભાઇ મુનસીલાલ બામનીયા (ઉ.વ.૨૬, રહે. હાલ-હીંમત ટાઇલ્સ બંધુનગર ગામ પાસે, તા.જી.મોરબી) નામનો યુવાન ચાલુ રિક્ષાએ રોડ પર પડી જતા તેને શરીરે તથા માથાના ભાગમાં ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે અક્ષયભાઇ રામચરણ બામણીયાએ રીક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide