ટંકારા : હાલ મોરબી જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ટંકાર તાલુકાના નાના એવા રાજાવડ અને નસીતપર ગામમાં કોરોનાએ તાંડવ મચાવતા ગ્રામ્યપ્રજા ચિંતિત બની છે, આ ગંભીર પરિસ્થિતિમાં તાલુકા પંચાયત સદસ્યએ મેડિકલ ટીમો દોડાવવા માંગ ઉઠાવી છે.
ટંકારા તાલુકાના નસીતપર ગામે કોરોના બેકાબુ બનતા ગામલોકોમા ફફડાટ ફેલાયો છે, નસીતપરની જેમ જ નાના એવા રાજાવડ ગામમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવતા લોકો સારવાર માટે ટંકારાના ખાનગી અને સરકારી દવાખાનામાં કતારો લગાવી રહ્યા છે.બીજી તરફ ટંકારા સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ કિટના અભાવે લોકોને હેરાનગતિ થતી હોય ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય વિપુલભાઈ કુંડારીયાએ તાત્કાલિક મેડિકલ ટીમને બન્ને ગામના વધતા જતા કેસનો ઈલાજ કરે તેવી માંગ કરી પૂરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટ કીટ પુરી પાડવા પણ માંગ ઉઠાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide