ખાનગીકરણ સહિતના મુદ્દે મોરબીના L.I.C ના એજન્ટો હડતાળમાં જોડાયા

0
144
/

મોરબી: હાલ ઓલ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે મંગળવારે શાંતિપૂર્ણ હડતાળ કરી પોતાની પડતર માંગો પુરી કરવા ભારતભરમાં રોષપૂર્ણ બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી ખાતે પણ જીવન વીમા એજન્ટોએ શાંતિપૂર્ણ રીતે આ હડતાળને ટેકો આપી બંધમાં જોડાયા છે.

છેલ્લા એક વર્ષથી જીવન વીમા એજન્ટો પોતાની વિવિધ માંગણીઓને લઈને ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી રહ્યા હતા. છતાં સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે મંગળવારે રાષ્ટ્રવ્યાપી હળતાલનું એલાન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને મોરબીમાં પણ વીમા એજન્ટોએ બંધ પાળી પોતાની માંગણીઓ પુરી કરવા માટે જીવન વીમા ઓફિસના મેનેજરને આવેદન આપ્યું હતું.

મોટા શહેરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી દરેક જગ્યાએ જીવન વીમા એજન્ટો અચૂકપણે કાર્યરત હોય છે. ભારતીય જીવન વીમા એજન્ટોનું ખૂબ મોટું નેટવર્ક ભારતભરમાં પથરાયેલું છે. જીવન વીમા પોલિસીને જન જન સુધી પહોંચાડવામાં આવા વીમા એજન્ટની આજ સુધી મુખ્ય ભૂમિકા પણ રહી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/