મોરબી : હવે માં નવદુર્ગાની ઉપાસનાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવને હવે ગણતરીની કલાકો જ બાકી હોય ત્યારે મોરબીની તમામ ધર્મની નાની બાળાથી માંડીને મહિલાઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિશુલ્ક દાંડિયા કલાસિસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મહિલાઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બે જગ્યાએ ખાસ ટ્રેનરો પાસેથી પ્રાચીન અને અર્વાચીનના તમામ અવનવા રસ ગરબાના સ્ટેપ્સ શીખી યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી સાથેના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબે ઝૂમવા આ તમામ મહિલાઓ ભારે ઉત્સાહિત છે.
મોરબીમાં વર્ષોથી સામાજિક ક્રાંતિથી દેશની ઉન્નતિ માટે યોગદાન આપતા અને ખાસ કરીને લાંબા સમયથી આદ્યશક્તિની આરાધનાના મહાપર્વમાં સર્વધર્મ સમભાવની ભાવનાને સાર્થક કરી દરેક વર્ગની બહેનો સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રસ્તા ગરબે ઝૂમી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે પણ નવી જગ્યા વૈદહીં ફાર્મ પાર્ટી પ્લોટના વિશાળ ગાઉન્ડમાં એકદમ પારિવારિક અને સુરક્ષિત માહોલમાં દરેક વર્ગની નાની બાળાથી માંડીને મહિલાઓ માટે વિનામુલ્યે એન્ટ્રી સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યાર પહેલા દરેક ધર્મની મહિલાઓ માટે વિનામૂલ્યે ડાંડિયા રાસ શીખવવા માટેના કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવ દરેક વખતે અવનવા સ્ટેપ્સ આવે છે. ખાસ કરીને યુવતીઓમાં નવા નવા ડાંડિયા રાસના સ્ટેપ્સ શીખવવા માટે જબરી ઉત્કંઠા હોય છે. પણ ડાંડિયા રાસ કલાસીસની ફી બધાને પરવડતી નથી. એટલે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે રાસ ગરબાના કલાસીસનું આયોજન કરાયું હતું. જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. રાસ ગરબાના સ્ટેપ્સ શીખવા માટે 1 હજાર મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આથી બે જગ્યા જેમાં ક્રિષ્ના મેળા ગ્રાઉન્ડમાં અને સામાકાંઠે વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં દાંડિયા રાસના તજજ્ઞો દ્વારા 1 હજારથી વધુ નાની મોટી બાળા સહિતની મહિલાઓને રાસ ગરબાના જુના અને નવા સ્ટેપ્સની સઘન તાલીમ આપવામાં આવી હતી. છ બેન્ચમાં મહિલાઓને રાસ ગરબાની તાલીમ આપી હતી. આ મહિલાઓમાં ઉત્સાહ એટલો છે કે, તમામ નાની વયની બાળા, યુવતી અને મહિલાઓ બહુ જ ટૂંકાગાળા જુના અને નવા રાસ ગરબાના તમામ સ્ટેપ્સની પદ્ધતિસરની તાલીમ મેળવી હતી. હવે આ મહિલાઓ જ નહીં અન્ય તમામ સમાજની મહિલાઓ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ફ્રી એન્ટ્રી સાથે રાસ ગરબે રમવા આતુર છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide