પાટણ: રાધનપુર અને હારિજમાં 2, સમીમાં પોણા બે ઇંચ અને શંખેશ્વરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો

0
22
/

પાટણ: હાલ પાટણ જિલ્લાના રાધનપુર અને હારીજમાં બે અને સમીમાં પોણા બે ઇંચ જ્યારે શંખેશ્વરમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા24 કલાકમાં રાધનપુર અને હારિજમાં બે ઇંચ, સમીમાં પોણા બે ઇંચ અને શંખેશ્વરમાં પોણો ઇંચ વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયાં હતાં. ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુરa વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. રાધનપુર, હારીજ અને સમીમાં શનિવારે રાત્રે વરસાદ સારો થયો હતો. સરસ્વતી અને સાંતલપુરને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં વરસાદ થયો હતો.

પાટણમાં ખાડા પુરવા એજન્સીઓને તાકીદ
પાટણ નગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં પાણી પુરવઠા ભૂગર્ભ શાખા બાંધકામ સ્વચ્છતા સ્ટ્રીટ લાઈટ સહિતની વિવિધ શાખાઓના અધિકારીઓ કર્મચારીઓ અને ચેરમેનો મળી 40 લોકો સાથે ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થાઓ જાળવવા માટે ની સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને ચીફ ઓફિસરની મંજૂરી સિવાય હેડ કોટર ન છોડવા માટે કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં વરસાદની સ્થિતી
મહેસાણા : 
મહેસાણાના કડીમાં બપોરે ચાર કલાકમાં બે ઇંચ જ્યારે ખેરાલુમાં શનિવારે સાંજે 6 વાગ્યા પછી બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.
બનાસકાંઠા : દાંતામાં શનિવારે સાડા પાંચ ઈંચ સુઈગામ તાલુકામાં અઢી ઈંચ જ્યારે દિયોદરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી : ભિલોડા તાલુકામાં પોણો ઈંચ અને માલપુરમાં અડધા ઇંચ વરસાદ વરસ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/