મોરબીમાં સાસરિયા પક્ષ હેરાન કરતા હોવાની શિક્ષક દ્વારા અરજી

0
15
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

જય ભારત સાથ જણાવવાનું કે, અમો અરજદારની આપ સાહેબને માનસર અરજ છે કે, અમારી અરજીની હકિકત નીચે મુજબ છે જે નેક ધ્યાને લેવા નમ્ર અરજ છે.

આ કામે અમો અરજદાર ઉપરોકત સરનામે અમારા માતા તથા ભાઈ તથા અમારો સગીર પુત્ર આરીઝ જેની ઉ.વ. ૭ ની છે તેમ રહીએ છીએ. તેમજ બહેનનાં નિકાહ થઈ ગયેલ હોય તે તેના સાસરે હોય અને અમો અરજદાર પ્રાઈવેટ સ્કુલમાં ટીચર તરીકે નોકરી કરી અમારા પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ. અમારા પિતા અવસાન પામેલ છે. તેમજ અમારા ઘરમાં કમાનાર કોઈ વ્યકિત નથી. ભાઈ અભ્યાસ કરે છે.

આ કામના સામાવાળા ઉપરોકત સરનામે રહે છે અને ક્રોગ્રેસનાં મહામંત્રી તરીકેનો હોદો ધરાવે છે. તેમજ આ કામના સામાવાળાની બહેન શબીના ડો./ઓફ પીપરવાડીયા સાથે તા. ૧૭-૧૨-૨૦૧૬ ના રોજ નિકાહ થયેલા અને શબીના ત્યારથી અમોના ધર્મ પત્નિ થયેલ.

નિકાહ બાદ શબીના અમારા ઘરે અમારી સાથે અમારા પરીવારમાં ઘરસંસાર ચલાવવા આવેલ અને શરૂઆતમાં ૫-૬ મહીના લગ્ન સંસાર સારી રીતે ચાલેલ ત્યારે આ કામના સામાવાળાની બહેન શબીના અમારી પત્નિ પ્રેગ્નેટ થયેલ ત્યારે નાની નાની વાતમાં ઝગડાઓ કરતા અને અમોને કહેતા મેં તમારી સાથે લગ્ન કરેલા તમારા માતા-પિતા કે પરીવાર સાથે નથી કર્યા જેથી હું તમારા માતા પિતાને નહીં સાચવુ તમારે મારી સાથે લગ્ન સંસારે ચલાવવો હોય તો આપણે અલગ રહેવા જતા રહીએ તો જ હું તમારી સાથે આપણું લગ્ન જીવન ચલાવીશ. નહીંતર હું મારા માવતરે જતી રહીશ. તે બાબતની લઈને ઘરમાં આખો દિવસ ઝગડાઓ કરતા. અમારા માતાને હદયની બિમારી હોય તેમજ ડાયાબીટીસ પણ છે અને અમારા પિતા અવસાન પામેલ હોય જેથી અમારા માતાની સેવા ચાકરી, ભરણ -પોષણ, દવા- દારૂ કરાવવા માટે અમો અરજદાર સિવાય બીજુ કોઈ ન હોય ભાઈ નાનો છે અને તેની પણ જવાબદારી અમારા ઉપર હોય તે અભ્યાસ કરે છે. તે આ કામના સામાવાળાની બહેન સારી રીતે જાણતા હોવા છતાં અમો હાજર ન હોય અને અમોને કહ્યા વગર તેના માવતરે જતા રહેલ. બાદ નવ મહીના બાદ આ કામના સામાવાળાની બહેને એક પુત્રને જન્મ આપેલ બાદ થોડા દિવસ અમારા ઘરે આવેલ બાદ પુત્ર આરીઝ – ૯ (નવ) માસનો થતા તેને મુકીને તેના માવતરે ચાલ્યા ગયેલ છે જેને આજે ૭ વર્ષ નો છે અમો અરજદાર સાથે રહે છે અને આ કામના સામાવાળાની બહેન તેના પિયરમાં બ્યુટી પાર્લર ચલાવે છે.
અને અમો અરજદાર ઉપર ખોટા આક્ષેપો કરી મોરબી કોર્ટમાં ભરણ પોષણ નો કેસ પણ કરેલછે જેનુ અમો ભરણ પોષણ પણ ચુકવીએ છીએ. તેમજ આ કામના સામાવાળાની બહેન તેના પિયરમાં બ્યુટી પાર્લર પણ ચલાવે છે.

જેથી આ કામના સામાવાળા તેની બહેન શબીના ૬ વર્ષથી પિયરમાં હોય તેનો ખાર રાખી અને રાગ-દ્વેષ રાખી ખોટા ગુન્હાઓમાં અમોને ફસાવવાની કોશીશ કરી અમોને બદનામ કરે છે જે HMTV GUJARATI ચેનલ પર તા. ૨૫-૧૨-૨૦૨૪ ના રોજ નો વિડીયો વાયરલ છે તેના
ઉપરથી સ્પષ્ટ સાબીત થાય છે તેમજ મોરબી આપ સાહેબની કચેરીમાં તેમજ બી ડીવીઝનમાં અમારા વિરૂધ્ધ ખોટી ફરીયાદ આપેલ છે.

આ કામના સામાવાળાએ અમારી જાત તપાસ કે પોલીસ મારફત કોઈ તપાસ કરાવેલ ન હોય અને અમારો કોઈ ગુન્હો પણ બનતો ન હોય તેમ છતાં માત્ર તેની બહેન રીસામણે હોય તેનો ખાર રાખી અમોને ખોટા ગુન્હાઓમાં ફસાવી દેશે તેવી પાકી દહેશત જેથી આ કામના સામાવાળા તેના હોદાનો ગેરઉપયોગ કરી અમોને ફસાવે નહીં તે માટે અમારી ખાસ વિનંતી છે. જેથી આ અરજી આપ સાહેબને

કરેલ છે. જો આ કામના સામાવાળાને તેના કોગ્રેંસના મહામંત્રીના હોદાનો ગેરઉપયોગ કરેલ છે તે HMTV GUJARATI ચેનલ પર તા. ૨૫-૧૨-૨૦૨૪ ના રોજ અમો અરજદાર વિશે જેમ ફાવે તેમ બોલે છે અને ખોટા આક્ષેપો કરે છે. જે બનાવ અંગે અમો કશુ જાણતા ન હોવા છતાં અમારો કોઈ રોલ ન હોવા છતાં તેમજ એફ. આઈ. આર. પણ અમારૂ કયાંય નામ ન હોય તેમજ કોઈ પોલીસ અધિકારીશ્રીના અમોને પુછતાજ માટે ફોન પણ આવેલા ન હોય તેમ છતાં આ કામના સામાવાળા ખોટી રીતે અમોને બદનામ કરે છે.

આ કામના સામાવાળા તેનાં હોદાનો ખોટી રીતે ગેરઉપયોગ કરે છે. જો આ કામના સામાવાળાને તેના હોદાનો ગેર ઉપયોગ કરી રહયા છે. જેથી અમારી આ અરજી ધ્યાને લઈ આ કામના સામાવાળા ઉપર ધોરણસર કાર્યવાહી તથા તપાસ કરી તેની સામે ગુન્હો નોંધી અમોને ન્યાય અપાવવા અરજ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/