પિયર જવાની ના પાડતા મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રવધુ એ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો !!

0
783
/

પરિણીતાના કુટુંબીજનો સહિતના નિવેદન નોંધ્યા બાદ પોલીસ કાર્યવાહી આગળ ધપાવશે

મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધુએ આજે વહેલી સવારે પિયરે જવાના કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ મૃતકની અંતિમ વિધિ બાદ ગુજરનારના કુટુંબીજનોના નિવેદન નોંધાયા બાદ આ મામલે પોલીસ કાર્યવાહી આગળ ધપશે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર નવી જિલ્લા કલેકટર કચેરી પાસે સોઓરડી વિસ્તારના નાકે આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા અંકીતાબેન જીગ્નેશભાઈ સાગઠિયા (ઉ.વ.38) નામની પરિણીતાએ આજે વહેલી સવારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. બાદમાં પરિણાતાંની ડેડબોડીને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અંકિતાબેનને પિયર જવું હોય ઘરમાંથી બે ચાર દિવસ બાદ પિયર જવાનું કહેતા લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/