૧પ ગામના ખેડૂતોએ પાણી માટે બે દિવસ પૂર્વે તાલુકા પંચાયત કચેરીએ મોરચો માંડયો હોવા છતાં તંત્ર ધ્યાન ન દેતા અંતે જિલ્લા કલેકટરને રજુઆત કરી
હળવદ : હળવદ પંથકમાં ચાલુ સાલે વરસાદ ખેચાતા ખેડૂતોની હાલત દિન બદિન કથળી રહી છે. ત્યારે હળવદના ૧પ ગામના ર૦૦થી વધુ ખેડૂતોએ બે દિવસ પૂર્વે તાલુકા પંચાયત કચેરી ખાતે નર્મદા કેનાલનું સિંચાઈ માટે પાણી નહીં મળતા રજૂઆત કરવા ધસી ગયા હતા, જ્યાં ખેડૂતોએ નારેબાજી કરી હલ્લાબોલ કર્યો હતો તો સાથે ત્રણ દિવસમાં નર્મદા કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે.
ત્યારે આજે ખેડૂતોએ તાલુકા પંચાયત પ્રમુખને સાથે રાખી પાણી આપવાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી.હળવદ પંથકને ગત સાલ અછતગ્રસ્ત જાહેર કરાય બાદ ચાલુ સાલે પણ પુરતો વરસાદ નહીં થતા ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે, તો બીજી તરફ નર્મદા કેનાલમાં બેફામ પાણી ચોરી તેમજ વેડફાટ થતો હોવાનો ખેડુતોએ આક્ષેપો કર્યા હતા. ત્યારે બે દિવસ પૂર્વે બુધવારના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને રજુઆત કરી અને જણાવ્યું હતું કે, ચાલુ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની પરિસ્થિતિ દિન પ્રતિદિન કપરી બની છે તો સાથો સાથ નર્મદા કેનાલ વાટે અપાતું સિંચાઈ માટે પાણી તાલુકાના છેવાડાના ગામ સુધી નહીં પહોંચતા ખેડૂતોના પાકને મોટી નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે રાયસંગપર, મયુરનગર, ધનાળા, ચાડધ્રા, મિયાણી સહિતના ખેડૂતોએ સિંચાઈ માટે પાણી આપવા મોરબી જિલ્લા કલેકટર માંકડીયાને રજૂઆત કરી હતી. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ૧પ દિવસથી પાણી છોડાયું છે પરંતુ પંથકના છેવાડાના ગામ સુધી ટીપુંય પાણી મળ્યું નથી તેમજ ઉગ્ર રોષ ઠાલવતા ખેડૂતોએ વધુમાં ઉમેર્યું કે, હળવદ તાલુકાના ખેડૂતોને ખરા સમયે સિંચાઈ માટે પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો ખમવો પડશે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide