હળવદ પંથકમાં થોડા સમય અગાઉ પણ તીડનું આક્રમણ થયું હતું અને ખેડૂતોના ઉભા પાકમાં તીડ ફરી વળ્યાં હતા. ત્યારે ફરી આ તીડે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખી છે. આ તીડથી ઉભા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. તેથી, ખેડૂતો આ તીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે તિડના આક્રમણને લઇ તંત્ર પણ સાબદુ બની ગયું છે અને જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતનાઓ હળવદ દોડી આવ્યા છે. હળવદ તાલુકાના મયુરનગરમા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે જે ગામોમાં તિડ દેખાય છે ત્યાં પણ દવાનો છંટકાવ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide