PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે : કોરોના વેક્સીનની સમીક્ષા કરશે

0
89
/
ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

મોરબી : તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા નિરીક્ષણ માટે ગુજરાત ની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ વેળાએ વડાપ્રધાનશ્રીના સ્વાગત સત્કાર માટે પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને ચીફ પ્રોટોકોલ ઓફિસર તેમજ અધિક સચિવ જ્વલંત ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાનશ્રી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા કરવા ચાંગોદરમાં આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતે અર્થે રવાના પણ થયા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/