દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવન ઉપર આધારીત અને વિવેક ઓબેરોય અભિનિત “પીએમ નરેન્દ્ર મોદી” ફિલ્મ આજે દેશના સીનેમા ઘરોમાં રીલીઝ કરવામાં આવી છે જેનો પ્રથમ શો જોઇને દર્શકોએ આ ફિલ્મની પ્રસંશા કરી છે અને પ્રતિક્રિયા આપતા એવુ કહ્યુ છે કે, વાસ્તવિકતાથી ફિલ્મની કહાની થોડી દુર છે જો કે નરેન્દ્ર મોદીના જીવન વિષેની ઘણી વાતો જાણવા મળી છે
ગઇકાલે લોકસભા ચુંટણીનું પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે જેમા મોદીની લહેર જોવા મળી છે તેના બીજા જ દિવસે જે નરેન્દ્ર મોદીની જીવન ઉપર આધારીત ફિલ્મને રીલીઝ કરવામાં આવી છે જેના એક ડાયલોગ ‘જીતને કા મજા તબ આતા હૈ, જબ સબ આપકે હારને કી ઉમ્મીદ કરતે હૈ’ તેના ઉપરથી જ અંદાજ આવી જાય કે ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની પૂરી કહાની શું હશે જો કે, આજે પ્રથમ દિવસે ફિલ્મ જોઇને આવેલા દર્શકોના કહેવા પ્રમાણે ફિલ્મ થોડી વાસ્તવિકતાથી દુર છે તેમ થતા લોકોને જકડી રાખે તેવી છે અને લોકોને નરેન્દ્ર મોદીના જીવન વિષેની ઘણી વાતો આ ફિલ્મ જોયા પછી જાણવા મળી છે
આ ફિલ્મની શરૂઆત ૨૦૧૩માં બીજેપીની એ બેઠકથી થાય છે જેના પર નરેન્દ્ર મોદી(વિવેક ઓબેરોય)ને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. ત્યાર બાદ ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. જ્યારે મોદી ચા વેંચતા હતા અને મોદીના પિતાની ચાની દુકાન હતી. થોડા મોટા થતા નરેન્દ્રએ તેમના પરિવારથી સંન્યાસી બનવાની વાત કહી. તો ઘરવાળાઓએ તેમના લગ્ન કરાવાનો વિચાર કર્યો. પરંતુ નરેન્દ્રએ લગ્ન પહેલા જ ઘર છોડી દીધું હતું. હિમાલયના પહાડોમાં જીવનની શોધ કર્યા બાદ નરેન્દ્રએ આરએસએસ વર્કર તરીકે ગુજરાતમાં વાપસી કરી. મોદી કેવી રીતે ગુજરાતના સીએમથી દેશના વડાપ્રધાન બન્યા તે સંપૂર્ણ કહાની લોકોને આ ફિલ્મમાં જોવા મળી છે
આ ફિલ્મમાં મોદીના ચા વેંચવાથી લઈ લગ્ન, ગુજરાત રમખાણો અને તેમના જીવનથી જોડાયેલ અન્ય તમામ સવાલોના જવાબ આપવાની કોશિશ કરવામાં આવી છે. ઉપરાંત ફિલ્મમાં મોદીના જીવનના કેટલાક અજાણ્યા પહેલુઓને પણ દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મની કહાની તેના ક્રિએટિવ પ્રોડ્યૂસર સંદીપ સિંહે લખી છે અને સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ રાઇટિંગમાં વિવેક ઓબેરોયને પણ ક્રેડિટ આપવામાં આવ્યું છે. પહેલા હાફમાં ફિલ્મ મોદીના બાળપણથી લઈ ગુજરાતના રમખાણો સુધી પહોંચે છે. જ્યારે બીજા હાફમાં તેમના ભારતના વડાપ્રધાન બનવા સુધીના સફરને દર્શાવવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.