મોદીની ઐતિહાસિક જીતની અસર “જીઓ-૧૨૯૯” ડાયલ કરોને મેળવો ફ્રી રીચાર્જ!

0
281
/
/
/

ગઈકાલે લોકસભા ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મોદીની લહેર જોવા મળી છે અને સવા સો વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની ત્રણ આંકડામાં બેઠક આવી શકી નથી ત્યારે મોરબી પંથકના મોબાઈલ એક મેસેજે વાયરલ થયો છે જેમાં લખ્યું છે કે, “જીઓ-૧૨૯૯” ડાયલ કરોને મેળવો ફ્રી રીચાર્જ જેથી ઘણા લોકોને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રીમાં રીચાર્જ કરવા માટે “જીઓ-૧૨૯૯” ડાયલ કરી રહ્યા છે પરંતુ બેલેન્સ આવતું નથી!

દેશના વડાપ્રધાન અને રિલાયન્સ ગ્રુપની વચ્ચે ગઢ સંબંધો છે તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં એક નહી પરંતુ અનેક વખત કરવામાં આવ્યા છે અને છેલ્લા પાંચ વર્ષોમાં જેટલા પણ નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના નિર્ણયો રિલાયન્સના લાભ માટે જ લેવામાં આવ્યા છે તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે જે જગજાહેર છે ત્યારે ગઈકાલે લોકસભા ૨૦૧૯ની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વધુ એક વખત નરેન્દ્ર મોદીના નામ ઉપર ભાજપ તરફી જનાદેશ આવ્યો છે ત્યારે મોરબી પંથકમાં વાયરલ થયેલા એક મેસેજે યુવાનો સહિતનાને ધંધે લગાડી દીધા છે

હાલમાં જીઓ કંપનીના સીમકાર્ડનો ઉપયોગ કરનારા ઘણા લોકોના મોબાઈ ફોનમાં એક મેસેજ આવી રહ્યો છે જેમાં એવું લખવામાં આવી છે કે, “જીઓ-૧૨૯૯” ડાયલ કરોને મેળવો ફ્રી રીચાર્જ જેથી ઘણા લોકોને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રીમાં રીચાર્જ કરવા માટે “જીઓ-૧૨૯૯” ડાયલ કરી રહ્યા છે પરંતુ બેલેન્સ આવતું નથી! અત્રે ઉલેખનીય છે કે, જીઓ કંપનીના ૧૨૯૯ નંબર તેના કસ્ટમર કેરના નંબર છે અને જે કોઈ વ્યક્તિ તેમાં ફોન કરે છે તેઓને તેમના જ પ્લાનની વિગતો કંપની દ્વારા આપવામાં આવી રહી છે જો કે, મોદીની ઐતિહાસિક જીત પછી “જીઓ-૧૨૯૯” ડાયલ કરોને મેળવો ફ્રી રીચાર્જ મેળવો તે મેસેજ ખુબ વાયરલ થયો હોવાથી કોઈ ટીખળખોર દ્વારા જાણી જોઇને જ આ મેસેજને વાયરલ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner