PM મોદીએ નામ લીધા વગર જ ભાગેડુ ઉદ્યોગપતિને લીધો આડેહાથ

46
40
/

મોદીએ નામ લીધા વગર જ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા પર આકરા પ્રહાર કર્યા હતા

લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર જ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં તેઓ બોલ્યા હતા કે જે લોકો દેશમાંથી ભાગી ગયા છે તે હાલ ટ્વીટર પર રડી રહ્યા છે કે હું તો 9 હજાર કરોડ રૂપિયા લઈને નિકળ્યો હતો પણ મોદીજીએ મારી પાસેથી 13 હજાર કરોડ વસૂલી લીધા છે

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વિજય માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે અત્યાર સુધી તેની 13 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે બેન્કોએ 9000 કરોડનો જ દાવો કર્યો હતો. આ પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સપ્ટેમ્બર 2017થી લઈને નવેમ્બર 2018 સુધી એટલે કે લગભગ 15 મહિનામાં 1 કરોડ 80 લાખ લોકોએ પ્રથમ વખત પ્રોવિડેન્ટ ફંડમાં પૈસા કપાવવાના શરૂ કરી દીધા છે. જેમાંથી 64 ટકા 28 વર્ષથી ઓછી ઉંમરના છે.

વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે રાફેલ ઉપર એક-એક આરોપનો જવાબ નિર્મલા સિતારમણે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પર તેની ઉપર નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પાર્ટી નથી ઇચ્છતી કે દેશની સેના મજબૂત થાય. કોંગ્રેસની સરકારમાં સર્જિકલ સ્ટ્રાઇકનો વિચારી કરી શકતા ન હતા, જવાનોના બુલેટ પ્રૂફ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.