[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી જીલ્લાની પોલીસ ટિમો એસઓજી, એલસીબી તથા સ્થાનીક પોલીસ સ્ટેશનોમાં ત્રણ માટે ધંધાકીય વિસ્તારો જેવા કે સોન બજાર, લાતી પ્લોટમાં બહારથી આવેલા કારીગરો તથા મજુરી તથા ઘરઘાટી તરીકે કામ કરતાં વ્યક્તિઓને ચેક કરી તમામ વિગતો એકત્રિત કરવાની ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હતી.
આ ત્રણ દિવસની ઝુંબેશ દરમ્યાન સોની બજારમાં કામ કરતા કુલ ૨૭૦ જેટલા લોકોની વિગતો એકત્રીત કરવામાં આવેલ જેમાં તેઓના આધારકાર્ડ, રહેણાંકની વિગતો તથા મોબાઇલ નંબર વિગેરે મુજબની વિગતો મેળવવામાં આવેલ હતી. સોની બજારના આગેવાનો સાથે સંકલનમાં રહી અને સોની બજારમાં કામ કરતા આશરે ૨૭૦ જેટલા લોકોની તમામ વિગતોનો એક કોમ્પ્યુટરાઇઝ ડેટા બનાવવામાં આવેલ જેમાં તમામની વિગતો સ્ટોર કરવામાં આવેલ છે.જેથી કોઇ અનિચ્છીય બનાવ બને તો તાત્કાલીક પગલા લઇ શકાય. આ સમગ્ર ઝુંબેશ દરમ્યાન સોની બજાર ખાતે કામ કરતા ઇસમોની ચકાસણી કરવામાં આવેલ તેમજ તેઓના રહેણાકના પુરાવાઓ જેવા કે આઘારકાર્ડ, ચુંટણીકાર્ડ વિગેરે મહત્ત્વના દસ્તાવેજો એકત્રીત કરવામાં આવેલ છે.આ ઝુંબેશ દરમ્યાન રહેણાક વિસ્તારમાં રખાતા ઘરઘાટી માણસો કે જેઓ ઘણી વખત ચોરી લુંટના બનાવને અંજામ આપતા હોય છે. તેવા ઇસમોને મોરબી જીલ્લા પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલ અને આ બાબતે લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ દરમ્યાન સોની બજારના વેપારીઓ સાથે મીટીંગ કરવામાં આવેલ અને તેઓને દુકાનો તથા ઓફીસમાં સી.સી.ટી.વી.કેમેરા ફરજીયાત પણે રાખવા સુચનાઓ કરવામાં આવેલ હતું.
વધુમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રજાજોગ જણાવાયું છે કે આપના ધંધા, રોજગાર, રહેણાંકના સ્થળે કોઇ અજાણી વ્યક્તિને આપને ત્યાં ધંધા-વ્યવસાયમાં નોકરીએ રાખતા પહેલા કે મકાન ભાડે આપતા પહેલા તેઓના આઇ.ડી પ્રૂફ, રહેણાંકનો પુરાવો તેમજ તેમના મૂળ રહેણાકની વિગતો અવશ્ય પણે ચકાસવી અને જરૂર જણાય તો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર-૦૨૮૨૨-૨૪૩૪૭૮, ૭૪૩૩૯ ૭૫૯૪૩ અથવા ૧૦૦ નંબર ઉપર સ્થાનીક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide