મોરબી: ગાળો આપવા જેવી નજીવી બાબતે યુવાનને રહેશી નાખનાર આરોપી ઝડપાયો

0
232
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર પાવર હાઉસ પાછળ એક માસ પહેલા યુવાનની થયેલી હત્યાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો હતો અને વગર કારણે મૃતક યુવાન ગાળો આપતો હોવાથી એક શખ્સે તેને પતાવી દીધો હોવાનું બહાર આવતા પોલીસે આ આરોપીને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.

લાલપર પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક ફેકટરી નજીક પત્થરની ખાણો પાસેથી ગત તા.૧૨/૭/૨૦૨૩ ના રોજ યુવાનનો મૃતદેહ મળી આવતા આ લાશ સોનાતભાઇ જપનભાઇ કઇકા (ઉ.વ.૧૯ રહે. હાલ લાલપર પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક ફેકટરીની મજુરીની ઓરડીમાં તા.જી. મોરબી)ની ઓળખ મળતા પોલીસે લાશ પર જોતા તેના ઉપર કોઇ અજાણ્યા માણસે કોઇ અગમ્ય કારણસર તિક્ષ્ણ હથિયારના ઘા મોઢાના ભાગે મારી તેને મારી નાખેલ હોવાનું ખુલ્યું હતું. આથી આ બનાવ અંગે મૃતકના પરીચિત લખનભાઇ માગેયાભાઇ બારીએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ અને મોરબી એલસીબીએ હાથ ધરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/