પોરબંદર: તંત્રની બેદરકારી:ગાંધીજીના જન્મ સ્થળ ખાતે છતમાંથી ટપકે છે વરસાદી પાણી

0
24
/

પોરબંદર: પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળ ખાતે રૂમની છત માંથી વરસાદી પાણી ટપકે છે જેથી તાકીદે સમારકામ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળમા દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાતે આવતા હતા. કોરોના સમય પહેલા દરરોજ 1000થી વધુ મુલાકાતીઓ ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત માટે આવતા હતા. મુલાકાતીઓ ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લઈ ગર્વની લાગણી અનુભવે છે. ત્રણેક વર્ષ પહેલા ગાંધીજીના જન્મ સ્થળમાં સમારકામ કરાવવામાં આવ્યું હતું. બારી દરવાજામાં કલર તેમજ છત નું પણ સમારકામ થયું હતું.

ગાંધીજીના જન્મ સ્થળના એક રૂમમાં નવીનીકરણ વખતે લાકડાની છત બનાવી હતી જેમાં હાલ વરસાદી પાણી ટપકી રહ્યું છે. આ વખતે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને માત્ર 2 ઈંચ વરસાદમાં જ અહીં છત પરથી પાણી ટપકી રહ્યું છે. મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળના રૂમોની દીવાલ પરથી પોપડા ઉખડી ગયા છે ત્યારે પોપડા ઉખડી ગયેલ રૂમોની દીવાલ તેમજ વરસાદી પાણી જે છત પરથી ટપકે છે તે છતનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/