90 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા
મોરબી : મોરબી જિલ્લામાં બે દિવસમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હતા. એ સાથે કોરોનાના કેસનો કુલ આંકડો 11 એ પહોંચી ગયો છે. ત્યારે હળવદમાં 2 અને વાંકાનેરમાં 2 સહિત ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. એમાં તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં હળવદ અને વાંકાનેરના ચાર પોઝિટિવ કેસમાં 24 મકાનોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે અને 90 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.
મોરબી જિલ્લાના હળવદ અને વાંકાનેરમાં બે દિવસમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાવ્યા છે. જેમાં હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા દંપતી તથા વાંકાનેરના ખેરવા ગામે અમદાવાદથી મામાના ઘરે આવેલા 32 વર્ષના યુવાન તેમજ વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતા વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આ તમામ વિસ્તારમાં તંત્રએ સાવચેતીના પગલાં લીધા હતા. જેમાં વાંકાનેરના ખેરવા ગામે દરબાર ગઢ વિસ્તારમાં પોઝિટિવ દર્દીની શેરીના 9 મકાનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવીને 51 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. તેમજ આ શેરી સિવાયનો ગામનો તમામ વિસ્તારના 241 મકાનો અને 1589 ની વસ્તીને બફર ઝોનમાં સમાવેશ કરાયો છે.
તેમજ વાંકાનેરના આરોગ્યનગરમાં પોઝીટીવ કેસ બાદ 10 મકાનોને કટેન્ટમેન્ટ ઝોનમાં સમાવીને 21 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે તેમજ આરોગ્યનગરના તમામ વિસ્તારના 54 મકાન અને 257 ની વસ્તીને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે હળવદના સોનીવાડ વિસ્તારમાં દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ વિસ્તારમાં 6 મકાનોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવી 18 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ સોનીવાડ સિવાયનો વિસ્તાર અને વોરાવાડ વિસ્તારના મળીને 92 મકાનો અને 407 ની વસ્તીને બફર ઝોનમાં સમાવેશ કરાયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide