માળીયામાં પણ હવે કોરોનાનો પગપેસારો થતા આરોગ્ય તંત્ર વધુ સાબદુ બન્યું માળીયા અને જેતપરમાં 6-6 ડોકટરોની ટીમ સતત ખડેપગે રખાશે
મોરબી : મોરબી જિલ્લાનો એક પણ તાલુકો હવે કોરોનાના કહેરથી બાકાત રહ્યો નથી. અત્યાર સુધી કોરોનાથી બાકાત રહેલા માળીયા તાલુકામાં પણ ગઈકાલે કોરોનાની એન્ટ્રી થઈ હતી. આથી, મોરબી જિલ્લાનું આરોગ્ય વધુ એલર્ટ બન્યું છે અને કોરોનાના દર્દીઓની સારવારને પહોંચી વળવા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા મોરબીના જેતપર અને મળિયામાં આઇસોલેશ વોર્ડ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
મોરબીના જેતપર અને મળિયામાં આઇસોલેશ વોર્ડ બનાવવા માટે કલેકટરની મંજૂરી લઈને આ કામગીરી ઝડપથી કરવામાં આવશે. તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાએ જણાવ્યું છે. જો કે સૌપ્રથમ આઇસોલેશ વોર્ડની મોરબી સિવિલ હોસ્પિટલમાં અને હળવદ તથા વાંકાનેરમાં સુવિધા હતી. આ સ્થળોએ કોરોનાના કેસો વધતા આ સુવિધા સિવિલ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી હતી. બાદમાં ટંકારામાં પણ કોરોનાના કેસ વધતા ત્યાં પણ આઇસોલેશ વોર્ડની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. જ્યારે મોરબીની ખાનગી હોસ્પિટલો સદભાવના અને આયુષમાં પણ આ આઇસોલેશ વોર્ડની મંજૂરી આપી દેવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide