રાજ્યના 110 પોલીસ અધિકારીઓને ડીજીપી ચંદ્રકથી સન્માનિત કરાયા

0
91
/

[અલનસિર માખાણી] રાજકોટ:અન્ય રાજયોમાં પોલીસનો જુસ્સો વધારવા માટે જે રીતે ત્યાંના DGP પ્રશંસા મેડલ એનાયત કરે છે તેવી જ રીતે ગુજરાતમાં રાજયના ડિજીપી શિવાનંદ ઝા એ એવોર્ડ આપવા શરૂઆત કરી છે. ત્યારે ગુજરાત પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત સારી કામગીરી કરનારા 16 IPS સહિત 110 પોલીસ અધિકારી-કર્મચારીઓને DGP પ્રશંસા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારી- જવાનોને પ્રથમ વખત એવોર્ડ મળતો હોવાથી તમામ અધિકારી જવાનોને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના 2 પીઆઇ અને એક હેડ કોન્સ્ટેબલને ચંદ્રક એનાયત થતા પોલીસ બેડામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાંથી પીઆઇ બી.આર.ડાંગર, પીઆઇ વી.એસ.વણઝારા અને હેડ કોન્સ્ટેબલ બકુલભાઈ વાઘેલાને ડીજીપી ચંદ્રક એનાયત કરાયા છે.

આજે સોમવારે ગાંધીનગર પોલીસ એકેડેમીમાં “DGP’S Commendation disc” કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં 16 IPS અધિકારીઓમાં ટ્રેનિંગના એડિશનલ ડીજી વિકાસ સહાય, વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોત, કાયદા અને વ્યવસ્થાના નર્સિમ્હા કોમર, સુરત શહેર પોલીસ કમિશનર એડીજી આર.બી બ્રહ્મભટ્ટ, એસઆરપીના ઈન્ચાર્જ એડીજી પિયુષ પટેલ, એટીએસના ડીઆઈજી હિમાશું શુકલા, ગૃહ સચિવ આઈજી બ્રિજેશ કુમાર ઝા, પોલીસ આધુનિકીકરણના આઈજી ચંદ્રશેખર, અમદાવાદ ડીસીપી ક્રાઈમ બિપેન ભદ્રન, વલસાડ એસપી સુનીલ જોષી, ગાંધીનગર એસપી મયુર ચાવડા અમરેલી એસપી નિર્લિપ્ત રાય, આઈબીના એસપી રવિરાજ સિંહ જાડેજા, ડીજીપીના સ્ટાફ ઓફિસર સુજાતા મજમુદારનો સમાવેશ થાય છે.

16 ડીવાયએસપીને ડીજીપી પ્રશંસા મેડલ એનાયત કરાયા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાય એસપી જ્યોતિ પટેલ, સીઆઈડી ક્રાઈમ ડીવાય એસપી અશ્વિન પટેલ, સીઆઈડી ઈન્ટેલિજન્સના ડીવાયએસપી આર.એસ.જાડેજા, સુરત ક્રાઈમ બ્રાંચના એસીપી આરઆર સરવૈયા, ચેતક કમાન્ડો ફોર્સના ડીવાય એસપી પી.જી. ધાર્યા, એસઆરપી જુથ-3 મંડાણાના ડીવાયએસપી ડાંખરા, એસઆરપી જુથ-7 નડિયાદના ડીવાય એસપી વીઆર યાદવ, એસઆરપી જુથ-16 ભચાઉના ડીવાય એસપી વીબી પટેલ,એસઆરપી જુથ -10 વાલિયાના ડીવાય એસપી ડીએચ પટેલ, બરોડાના એસીપી ભરત રોઠોડ, બારડોલીના ડીવાય એસપી રુપલ સોંલકી, સુરેન્દ્રનગરના ડીવાયએસપી આરબી દેવધા, જુનાગઢના ડીવાયએસપી પી.જી.જાડેજા, નવસારીના બીએસ મોરી, ગોધરાના ડીવાયએસપી આરઆર દેસાઈ, પાટણના ડીવાયએસપી આરપી ઝાલાનો સમાવેશ થાય છે.

આ ઉંપરાત 78 જેટલા પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/