વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી માહિતી અપાઈ

0
22
/

આગામી ગુરુવારથી વાંકાનેર વીસ્તારમાં વરસાદની આગાહી હોય જેથી માર્કેટ યાર્ડ ખાતે ખેત ઉત્પાદનોની આવક અને વાહનોની અવરજવર શેડમાં જગ્યા અને માલના વેચાણ પ્રમાણે નક્કી કરી રોજેરોજ જાહેર કરાશે  વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાની યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહીને પગલે ખેડૂતો અને વેપારીઓનો માલ વરસાદમાં પલળે નહિ તે માટે યોગ્ય વ્યવસ્થા કરાશે જેમાં ખેડૂતો, વેપારીઓએ પણ સહકાર આપવા જણાવ્યું છે હાલ વાતાવરણ જલ્દી બદલાઈ રહ્યું છે. ઘણી વખત વૈજ્ઞાનિક આગાહી પણ ખોટી પડે છે અને વરસાદ આવી જાય છે. ખેડૂતો અને વેપારીઓ નો માલ પલળતો બચાવવા માટે, માર્કેટ યાર્ડ ખાતે ખેત-ઉત્પાદકો ની આવક, ઉતરાઈ અને વાહનો નો પ્રવેશ; ઈન્ટરનેટના માધ્યમથી વૈજ્ઞાનિક પદ્ધતિથી વરસાદની આગાહી પ્રમાણે નક્કી કરવામાં આવશે.ગત ચોમાસામાં આ પદ્ધતિ અપનાવીને માર્કેટ યાર્ડ ખાતે ખેત-ઉત્પાદનો પલળવાથી બચાવ્યા હતા. આ વર્ષે પણ ચોમાસા દરમ્યાન આપણે સહુ સાથે મળી કામગીરી કરશું. માર્કેટ યાર્ડ ખાતે દરરોજ મીટિંગ કરી આગામી દિવસ માટે નિર્ણય કરવામાં આવશે તેમ જણાવેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/