વાંકાનેર: સોશ્યલ મીડિયામાં RSS વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે ગુન્હો નોંધાયો

0
41
/

વાંકાનેર પંથકમાં આરએસએસના ફોટો સાથે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હોય જે પોસ્ટ કરનાર સામે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

વાંકાનેરના પ્રતાપચોક ના રહેવાસી દીપકભાઈ અરવિંદભાઈ ગોવાણી (ઉ.વ.૫૦) ફરિયાદ નોંધાવી છે કે આરોપી મન્સુર લાકડાવાળા રહે વાંકાનેર વાળા નામનું ફેસબુક આઈડીનો ઉપયોગ કરનાર વ્યક્તિએ તા. ૩૦-૦૫ ના રાત્રીના ૧ વાગ્યાના સુમારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંસ્થા જે રાષ્ટ્રીયવાદી હિન્દુવાદી રાષ્ટ્રીય સંસ્થા છે તે સ્વયંસેવકોના ફોટાવાળી પોસ્ટ જેમાં આ સંસ્થાના સ્વયંસેવકોને અપશબ્દો વાળું લખાણ લખેલી ફોટો અપલોડ કરી આરએસએસના સ્વયંસેવકોની લાગણી દુભાય તથા હિંદુ-મુસ્લિમ જાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કર્યાનો ગુન્હો કર્યો છે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૧૫૩ (એ) ૫૦૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/