છબરડો: રાજકોટના બાઈકચાલકનો મેમો મોરબીના પ્લેઝરચાલકને મોકલાઈ ગયો

0
71
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા મેમો બનાવવામાં વારંવાર થતી હોય છે. હજુ ગયા મંગળવારે જ રાજકોટના બાઇકચાલકનો મેમો મોરબીના રહીશને આવ્યો છે. ત્યાં આજે ફરી રાજકોટ ટ્રાફિક પોલીસની બેદરકારીના લીધે રાજકોટના બાઈકચાલકનો મેમો મોરબીના પ્લેઝરચાલકને આવ્યો છે.

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની CCTV સર્વેલન્સ ટીમ દ્વારા ભૂલથી વાહન નં. ખોટા નાખવાના કારણે રાજકોટના બાઈકચાલકનો મેમો મોરબીના રહીશ મહેશ લવજીભાઈ લિખિયાને આવ્યો છે. પરંતુ મહેશભાઈ બાઈકનો નહિ, પ્લેઝરનો ઉપયોગ કરે છે. અને તે મેમો તેમનો નથી. આમ, રાજકોટ ટ્રાફિક પોલીસના આવા વારંવાર થતા છબરડાનો ભોગ મોરબીવાસીઓને બનવું પડી રહ્યું છે. તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/