રાજકોટ – મોરબી હાઇવે ઉપર કાર ચાલકે ઠોકર મારતા આશાસ્પદ યુવતીનું મૃત્યુ

0
232
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા : તાજેતરમા રાજકોટ – મોરબી હાઇવે ઉપર હરબટીયાળી નજીક કાર ચાલકે મોપેડ સવાર યુવતીને પાછળથી જોરદાર ટક્કર મારતા આશાસ્પદ યુવતી ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર અર્થે રાજકોટ ખસેડી હતી. જ્યાં તેનું મોત નીપજયું છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના સમયે રાજકોટ – મોરબી હાઇવે ઉપર હરબટીયાળી નજીક ટંકારાના હમિરપર ગામે રહેતી અને ખાનગી શાળામા જોબ કરતી ચારૂલબેન મનસુખભાઈ ભીમાણી (ઉ.વ.20) પોતાના મોપેડ નંબર GJ-36 M3740 ઉપર જઈ રહયા હતા ત્યારે પાછળથી આવતી મોટરકાર નંબર GJ-36-B-4177 સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આશાસ્પદ પાટીદાર યુવતી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે રાજકોટ ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું. ધટના પગલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/