રાજકોટ ઠંડુગાર : બે દિવસ ઠંડીનો પારો હજી 10થી 13 ડિગ્રી રહેશે

0
57
/

રાજકોટ: ગઈકાલે બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ સુધી આવું જ વાતાવરણ રહેશે. પવનની ગતિ તેજ રહેશે અને લઘુતમ તાપમાન 10થી 13 ડિગ્રીની વચ્ચે નોંધાશે. ઠંડા પવનો હોવાને કારણે તડકાની અસર પણ નહિવત રહી હતી. મધ્યાહને પણ તડકો કૂણો લાગતો હતો. જમીન અને દરિયાઈ હવાના દબાણના તફાવતને કારણે ઠંડા પવનો ફૂંકાયા હોવાનું હવામાન વિભાગ જણાવે છે.

વધુમાં તેના જણાવ્યાનુસાર સવારે હવામાં ભેજનું પ્રમાણ 70 ટકા હોવાને કારણે થોડીવાર માટે ઝાકળ જોવા મળી હતી. હાલ અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. તેજ ગતિવાળા પવનો માત્ર સવારે અને દિવસમાં જ જોવા મળશે. જ્યારે રાત્રિના સમયે પવનની ઝડપ ઓછી નોંધાશે. ઠંડા પવનો ફૂંકાતા આબાલ-વૃદ્ધ સૌ કોઈ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. જોકે શિયાળાની સિઝનમાં પહેલીવાર ઠંડો પવન પણ ફૂંકાયો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/