મોરબી જિલ્લાના પત્રકારોના હીતોની રક્ષા માટે પ્રેસ વેલ્ફેર કલબની રચના

0
37
/

મોરબી : તાજેતરમાં પત્રકારત્વની લોકશાહીમાં મુખ્ય ભૂમિકા રહેલી છે. ત્યારે મોરબી જિલ્લામાં નિષ્પક્ષ, પ્રમાણિક અને પોઝિટિવ પત્રકારત્વને પ્રોત્સાહન આપવા અને પત્રકારોના હિતોની રક્ષા કરવાના મુખ્ય હેતુ સાથે મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર કલબની રચના કરવામાં આવી છે. પત્રકારોના સામૂહિક હિત માટે આ કલબ તટસ્થ રીતે કામ કરી શકે તે માટે મોરબી પત્રકાર એસોસિયેશનમાંથી મુખ્ય મીડિયાના 8 જેટલા પ્રતિનિધિઓ રાજીનામા આપી આ સંસ્થાની રચના કરવામાં આવી છે.

મોરબી જિલ્લાએ ઓદ્યોગિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસની હરણફાળ ભરી છે. આપણા જિલ્લાના વિકાસમાં લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા પત્રકારત્વની પણ અગત્યની જવાબદારી છે. ત્યારે આજના સમયમાં નિષ્પક્ષ, પ્રમાણિક અને પોઝિટિવ પત્રકારત્વને ટકાવી રાખવા અને પત્રકારોના હિતોની રક્ષા કરવી અત્યંત જરૂરી બની રહી છે. હાલમાં મોરબી જિલ્લામાં પત્રકારોના અનેક સંગઠનો કાર્યરત છે. પરંતુ મોરબી જિલ્લાના તમામ પત્રકારોના હિત માટે નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી કરી શકે અને જે હકારાત્મક પત્રકારત્વને પ્રોત્સાહન આપી શકે તેવી એક સંસ્થાની જરૂરિયાતને ધ્યાને લઈને હાલમાં કાર્યરત મોરબી પત્રકાર એસોસિયેશનમાંથી મુખ્ય મીડિયાના 8 પ્રતિનિધિઓએ તટસ્થતા પૂર્વક મીડિયા થકી રચનાત્મક કાર્યો થઈ શકે તે માટે રાજીનામા આપી મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર કલબની રચના કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/